swaminarayan

જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય

59
swaminarayan

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૨૪ ફેબ્રુઆરી ૧૯૬૮, આણંદ

જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય

‘જેના ગુરુ અક્ષર હોય તે તેને અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમને મેળવી દે. હાલાપોલા ગુરુનું કામ નહીં, તે તો નરકમાં જ નાખે. અત્યારે પણ એવું જ છે.

‘જુનાગઢમાં એક હાલાપોલા સાધુ હતા. ધર્મ-નિયપ પાળે નહિ, ઉપાસનાનું ઠેકાણું નહિ, પૈસા રાખે. આ સાધુની સાથે, એક મિસ્ત્રી કડિયાને હેતપ્રીત, તેમાં જીવ બાંધેલો. પછી તો તે ‘ગુરૂ’ મરીને ભૂત થયા. વખત જતાં આ કડિયો મરવાનો થયો ત્યારે આ સાધુ તેને તેડવા આવ્યા. તે માથે રૂમાલ બાંધેલો, તુંબડું પત્તર લીધેલાં.

‘આ કડિયે બધાને કહ્યું : ‘આ ગુરૂમહારાજ તેડવા આવ્યા તે જાઉં છું.’ ગુરૂ કહે : ‘હાલ અક્ષરધામમાં લઈ જાઉં.’ પછી તો તેને મૂતરની ખાડમાં લઈ ગયા. ઓલ્યા કડિયે કહ્યું : ‘અહીં કયાં લાવ્યા ?’ તો કહે : ‘આ જ અક્ષરધામ. હું તો ભૂતયોનિને પામ્યો છુ અને તને મારામાં હેત હતું તેથી તને પણ ભૂત કર્યો.’

‘આમ, આવા ગુરૂ આ લોક તો બગાડે, પણ પરલોક પણ બગાડે. છોડે નહિં. માટે આવા હાલાપોલા ગુરુ ન કરવા. એક જ ગુરુની પાકી નિષ્ઠા હોવી જોઈએ. અને જેના ગુરુ અક્ષર હોય તે જ ગુરૂ તેને અક્ષરધામમાં લઈ જાય. બીજો કોઈ ન લઈ જાય.’

‘બ્રહ્મરૂપ કેમ થવાય ?’ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે ‘વરતાલના અગિયારમા વચનામૃત પ્રમાણે આ સાધુને બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને તેનો સંગ કરે તો અક્ષરરૂપ થાય, અને આવો થાય ત્યારે પુરૂષોત્તમની સેવામાં રહેવાય. એવો ભાવ અને હેત થવું જોઈએ.’

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap