પ્રેમજળે સૌનાં હૈયાં ભરિયા

BAPS.org

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

માર્ચ ૧૯૬૮, ગોંડલ

પ્રેમજળે સૌનાં હૈયાં ભરિયા

અહીં આફ્રિકાના એક હરિભક્તે સ્વામીશ્રીને પત્ર લખેલો કે ‘મારો પુત્ર પહેલી જ વાર દેશમાં આવે છે અને ગોંડલ આપની પાસે આવશે, તો તેમને સારી રીતે રાખશો, સાચવશો એવી પ્રાર્થના છે.’

સ્વામીશ્રીએ મથુરભાઈ તથા હરભમજી બાપુને ઉતારા તેમજ સરભરા માટે ભલામણ કરી દીધી.

તે હરિભક્તના પુત્ર આવ્યા. રવામીશ્રીએ તેમને ખૂબ હેત કર્યું અને પોતાના સમાગમમા રોકયા. એ દરમ્યાન ગામડાના એક ખેડૂત પટેલ દર્શને આવ્યા. મેંલાં અને ફાટેલાં વસ્ત્રોવાળા એ ભક્તે દંડવતૂ કર્યા. સ્વામીશ્રી ઉમળકાથી બોલી ઊઠચા : ‘આવો આવો પટેલ ! મળીએ.’ એમ કહી ઊભા થઈ ગયા. અને તેમને હેતથી મળ્યા. પ્રેમપૂર્વક ખબરઅતર પૂછયા.

આફ્રિકાથી આવેલા એ યુવક આ બધું જોઈ રહ્યા હતા. સભા પૂરી થતાં સૌ હરિભકતો સભામંડપમાંથી બહાર જઈ રહ્યા હતા. ત્યારે કુસુમરાય દીવાન વગેરેને રોકીને તેમણે કહ્યું : ‘આજના એક સુંદર પ્રસંગની વાત કરું. મારા મનમાં એમ હતું કે સ્વામીશ્રી મને માન આપે છે, કારણ કે હું શ્રીમંત માબાપનો પુત્ર છું. પરંતુ સભામાં આવેલા ગરીબ ખેડૂતના પ્રસંગથી મારી ભ્રમણા ભાંગી ગઈ ! સ્વામીશ્રી પાસે ગરીબ-તવંગર બધા જ સરખા છે એનો મને જાત-અનુભવ થયો.’

રવામીશ્રીની આવી સમદ્રષ્ટિ, સરળતા અને પ્રીતની રીત જોઈ ઘણા નવયુવાનોને સ્વામીશ્રીમાં સહેજે આકર્ષણ થતું.

જો તમને પણ એવો કોઈ પ્રસંગ યાદ આવતો હોય તો જરૂર થી કોમેન્ટ કરીને જણાવો..
બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો.

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Reply


Share via
Copy link
Powered by Social Snap