બાળા જોગી !

yogiji maharaj

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૨-ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ

બાળા જોગી !

બીજે દિવસે સવારે ધૂન, સ્તોત્રગાન થયું. ઘણી વાર સ્વામીશ્રી સ્તોત્રનો એક એક શ્લોક વંચાવતા ને તે ઉપર વિવેચન કરતા. શ્લોકોના ગુજરાતી અર્થો ખાસ વંચાવે. આજે પણ એ રીતે કર્યું.

બોચાસણથી ઘનશ્યામ સ્વામી આ સમૈયામાં ખાસ આવ્યા હતા. તેઓ આજે વહેલી સવારે મંગળ પ્રવચનમાં રવામીશ્રીના ઓરડે આવી પહોંચ્યા. તેમને બેસવા માટે સ્વામીશ્રીએ ખુરશી મંગાવી ને સૌને કહે : ‘મહાત્મા છે, જગા આપો.’ કારણ, આખો ઓરડો ખીચોખીચ ભરેલો. કોઈ તસુ પણ ખસી શકે એમ નહોતું. રવામીશ્રીની સૂચનાથી એક-બે જણ ઊઠી ગયા તે જગા ખાલી થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજના આ વયોવૃદ્વ જૂના સંત અવસ્થાને લીધે ઉપરથી જરા લબડધબડ જેવા લાગે, પણ ઘણા ચકોર અને સમયસૂચક હતા.

તેઓ ખુરશી ઉ૫૨ બેઠા. પછી સ્વામીશ્રી સામું જોઈને ધીરેથી બોલ્યા : ‘આ તો શાસ્ત્રીજી મહારાજ છે. જો જો ભૂલા પડતા. અનંત કોટિ બ્રહ્માંડના ધણી છે. બાળા જોગી ! બાળા જોગી ! હાં ! અલૌકિક ! આ લોકના ના સમજશો.’

એકદમ ભાવમાં આવી હરિભકતો સામે જોઈ, સ્વામીશ્રી તરફ નિર્દેશ કરી તેઓ બોલી રહ્યા હતા.

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો.

|| જય સ્વામિનારાયણ ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap