ભગવાનની કયાં બદલી થઈ છે?

swaminarayan bhagwan

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

નવેમ્બર ૧૯૬૭, મુંબઇ

ભગવાનની કયાં બદલી થઈ છે?

અહીં અક્ષર ભવનના ભોંયતળિયાનો ભાગ મકાનના જૂના માલિકે વર્ષોથી ભાડે આપેલો. સંતોની મોટી સંખ્યાને કારણે જગ્યાની સંકડાશ તો બહુ જ પડતી, તેથી તે ખાલી કરાવવાની જવાબદારી સ્વામીશ્રીએ હર્ષદભાઈ દવે તથા રમણિકભાઈ ઠક્કરના શિરે મૂકી હતી.

તેમણે રાત-[દેવસ જોયા વિના કેટલાય સરકારી સેક્રેટરીંઓ, ઓફિસરો અને પ્રધાન સાહેબોને મળીને અથાગ પ્રયત્નો કર્યા. સર્વે સહાનુભૂતિ વ્યક્ત કરતા, પણ કોઈએ કાર્ય કરી ન આપ્યું. છેલ્લે ના મુખ્ય અધિકારીએ પણ નનૈયો ભણી દીધો.

હવે કાયદેસર હક્ક પ્રસ્થાપિત કરવા માટે કોર્ટમાં જવા વિચાર્યું. પરંતુ સ્વામીશ્રીએ એ પગલું લેવાની સાફ ના કહી અને કહ્યું કે ‘મહારાજ અને શાસ્ત્રીજી મહારાજને અરજ કરીએ.’

એક દિવસ રાત્રે સ્વામીશ્રીને સ્વપ્નમાં શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધાં ને સ્વામીશ્રીને ગરમ પાણી કરવા કહ્યું. સ્વામીશ્રીએ તેમને સ્નાન કરાવ્યું. પછી પૂછ્યું : ‘સ્વામીં ! કાંઈ જમશો? ખીચડી બનાવું?’

ત્યારે સ્વામી બોલ્યા : ‘મને વખત નથી. હું… મુંબઈ જઉં છું.’

સ્વામીશ્રીએ પૂછચું : ‘શું કામ પધારો છો ?’ તો શાસ્ત્રીજી મહારાજે કંઈ જવાબ ન આખો ને ઉતાવળે મુંબઈ ચાલ્યા ગયા.

સ્વામીશ્રી સવારે કહે : ‘રવામીં મુંબઈ ઓફિસ ખાલી કરાવવા માટે જ પધાર્યા હશે.’

આ દરમ્યાન કામમાં મદદરૂપ થનારા અધિકારીની બીજા ખાતામાં બદલી થઈ ગઈ. સૌ નિરાશ થઈ ગયા કે ‘હવે કામ વિલંબમાં ૫ડશે.’ મોટેરા હરિંભક્તોએ ગંભીર રીતે આ વાત સ્વામીંશ્રી પાસે રજૂ કરી કે ‘આ કાર્યમાં ફરી વિઘ્ન આવ્યું.’

સ્વામીશ્રી ધીરજથી આ સાંભળી રહ્યા. પછી બોલ્યા : ‘સાહેબની ભલે બદલી થઈ, ભગવાનની કઈ બદલી થઈ છે? ભગવાન કયાં બદલ્યા છે? આપણું કામ તો મહારાજ કરશે. સાહેબ તો નિમિત્ત છે.’

‘ભગવાન કયાં બદલાયા છે?‘ એ ચાર જ શબ્દોથી સૌનાં અંતરમાં પુનઃવિશ્વાસ પ્રગટયો અને કાર્યકર્તાઓ પણ બેવડી હિંમતથી એ કાર્ય કરવા તૈયાર થઈ ગયા.

સ્વામીશ્રી એક ક્ષણ પણ ભગવાનનું કર્તાપણું ભૂલતા નહીં, એ સર્વ હરિભક્ત્તોએ અંતરથી અનુભવ્યું.

આ બાજુ નવા આવેલા મુખ્ય સચિવને ધાર્મિક કાર્યોમાં સ્વાભાવિક જ રસ હતો. તેથી રવામીશ્રીએ તેમના હૃદયમાં પ્રવેશીને તેમને સેવાની તક આપી. તરત જ પોતાની સંમતિની સહી કરી આપી. લાગતાં-વળગતાં ખાતાંઑને ઓફિસ ખાલી કરાવવાનો હુકમ કરી દીધો. સ્વામીશ્રી બોલ્યા : ‘શાસ્ત્રીજી મહારાજે આ કાર્ય અન્યથાકર્તુ શક્તિથી કર્યું.’

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે follow કરો

જય સ્વામિનારાયણ

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap