ભગવાન શ્રી સ્વામિનારાયણ નો પ્રાગટ્ય અને ટૂંક માંજીવન ચરિત્ર…

swaminarayan
~ જન્મ : ચૈત્ર સુદ નવમી, વિક્રમ સંવત ૧૮૩૭, તા. ૩/૪/૧૭૮૧ રાત્રે ૧૦.૦૫ કલાકે.
Advertisement
~ દેહત્યાગ : જેઠ સુદ ૧૦, વિક્રમ સંવત ૧૮૮૬, તા.૧-૬-૧૮૩૦
 ~ કુલ સમય. : ૪૯ વર્ષ,૧ માસ, ૨૯ દિવસ 
~ જન્મસ્થળ : છપૈયા (અયોધ્યા પાસે), જિલ્લો : ગોંડા, ઉત્તરપ્રદેશ, ભારત.
~ બાળવય નું નામ: ધનશ્યામ, હરિકૃષ્ણ

પરિવાર – જનો: 

પિતા: ધર્મદેવ પાંડે (સામવેદી બ્રાહ્મણ), 
માતા: ભક્તિદેવી
મોટાભાઇ : રામપ્રતાપભાઇ , નાનાભાઇ : ઇચ્છારામભાઇ

ભગવાન સ્વામિનારાયણ સ્મરણીય બાળલીલા :

> ૪ વર્ષની વયે સમાધિનું ઐશ્વર્ય બતાવ્યું. 
> પ વર્ષની વયે શાસ્ત્રો નું અધ્યયન શરૂ કર્યું. 
> ૧૦ વર્ષ ની વયે વેદાદિક શાસ્ત્રો નો સાર કાઠી કાશી માં તાત્વિક મતનું પ્રતિપાદન કર્યું. 
> ૧૧ વર્ષની વયે વિક્રમ (અષાઢી) સંવત ૧૮૪૯, અષાઢ સુદ દશમ, તા. ૨૯-૬-૧૭૯૨ ને દિવસે ગૃહત્યાગ કર્યો .

ભગવાન સ્વામિનારાણ પરિભ્રમણ લીલા: 

> નીલકંઠ નામ ધારણ કરીને સતત ૭ વર્ષ સુધી કુલ ૧૨૦૦૦ કિ.મી. ની પદયાત્રા, ૧૬૯ તીર્થસ્થળોની યાત્રા કરી. 
> નેપાળમાં ગંડકી ના તટે હિમાલયમાં પુલહાશ્રમ (મુક્તિનાથ) માં અઢી માસ સુધી એક પગે ઊભા રહી તપશ્વર્યા કરી. 
> ૧૫ વર્ષની વયે માત્ર એક વર્ષમાં ગોપાળયોગી પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો.

ભગવાન સ્વામિનારાયણના ચરણના સોળ (૧૬) ચિન્હો , જે તેમના પરબ્રહ્મ સ્વરૂપની ઓળખ આપે છે.

God
~જમણા ચરણમાં નવ ચિન્હો: અષ્ટકોણ,  ઊર્ધવરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વર્જ, અંકુશ, કેતુ , પદ્યમ..  
~ડાબા ચરણમાં સાત ચિન્હો : ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ.

ભગવાન સ્વામિનારાયણની સ્મરણીય લીલાઓ અને કાર્ય :

>૨૧ વર્ષની વયે સર્વોપરી “સ્વામિનારાયણ” મહામંત્ર આપી પોતાનું ભજન કરાવ્યું. 
>૨૬ વર્ષની વયે ૫૦૦ સંતોને કાલવાણીમાં એક જ રાત્રીએ પરમહંસની દીક્ષા આપી.
 > વેદોના ૨હસ્યજ્ઞાનને પોતાના ઉપદેશ વચનોમાં સરળ ભાષામાં સમજાવી નામે આગવું તત્વજ્ઞાન આપ્યું.
 > તેમની હયાતીમાં તેઓના ઉપદેશના ગ્રંથ ‘વચનામૃત’નું સંપાદન થયું અને તેમણે પ્રમાણભૂત કર્યો.
 >અનુયાયીઓના પવિત્ર વર્તન અને આચરણનું નિદર્શન કરતી આચારસંહિતારૂપ ‘શિક્ષાપત્રી’ રચી.
ગઢડામાં વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ દશમ (તા.૧-૬-૧૮૩૦),૪૯ વર્ષની વયે દેહલીલા સંકેલીને સ્વધામ પધાર્યા.

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Reply


Share via
Copy link
Powered by Social Snap