Yogiji maharaj

માળા ફેરવો

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
Advertisement

ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ

માળા ફેરવો…

સ્વામીશ્રી પોતાના ઓરડામાં પત્રલેખન કરતા હતા. ત્યાં સાઠ-પાંસઠ વર્ષના એક ભાભા સ્વામીશ્રી પાસે આવ્યા અને કહે : ‘મારે ખાનગી કરવી છે.’
‘બહુ હારુ.’ સ્વામીશ્રીએ પેન-પેડ બાજુએ મૂક્યા.
ભાભાએ વાત કરી : ‘બાપા ! મને લાખ રૂપિયા આપો, તો મારે પચાસ હજાર પારાયણમાં વાપરવા છે.’
‘એમ !’ સ્વામીશ્રીએ અત્યંત સ્વસ્થતાથી, સરળતાથી પૂછ્યું : ‘તમારા ગામમાં મંદિર છે?’
‘હા, બાપા !’
‘ત્યાં ઊભાં ઊભાં રોજ એકાવન માળા છ મહિના ફેરવશો તો લાખ રૂપિયા મળશે.’ સ્વામીશ્રીએ બિલકુલ સ્વસ્થતાથી કહ્યું. ભાભા રાજી થઈને રવાના થયા.
આ નિઃસંકોચ આશીર્વાદથી ત્યાં ઊભેલા યુવક પિનાકીન બ્રહ્મભટ્ટને હસવું આવ્યું. તેમણે પૂછ્યું : ‘બાપા ! આપે આ ડોસાને આશીર્વાદ આપ્યા, તે લાખ રૂપિયા મળશે ?’
સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા એટલી જ સરળતાથી કહ્યું : ‘ભાભો માળા જ ચાં (ક્યાં) ફેરવવાનો છે !’ એમ કહી હસી પડયા.
જે સ્વામીશ્રી પાસે આવે તેને પોતે કયારેય નિરાશ તો કરે જ નહિ, છતાં વાસ્તવિકતાનું ભાન પણ કરાવે અને મુશ્કેલી નિવારવાના ઉપાયમાં પણ સ્વામીશ્રી ભગવત્ અનુસંધાન મેળવી આપે તે એમની વિલક્ષણતા હતી.
|| જય શ્રી સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap