મોટપનો માપદંડ કયો ?

Pramukhswami Maharaj
Pramukhswami Maharaj

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

જુન-૧૯૬૮, ગોરાણા

મોટપનો માપદંડ કયો ?

ગોરાણા નજીક એક ગામમાં સંસ્કૃત પાઠશાળા છે. પ્રાચીન મંદિર છે. ત્યાંના મહંતને મળવા સંતો ગયેલા. ‘તેઓ ટાટ પહેરીને રહે છે ને બે ટંક ગાયનું દૂધ જ પીએ છે. અન્ન લેતા નથી. વળી, પ્રખર વિદ્વાન છે. મંદિરની આવક પણ સારી છે.’ એવી વાતો મળતાં સંતોએ તેમને પારાયણમાં પધારવા અને સ્વામીશ્રીને મળવા આમંત્રણ આપ્યું હતું.

આજે સવારે તેઓ તેમના શિષ્યો સાથે આવી પહોંચ્યા. સ્વામીશ્રી સાથે વાર્તાલાપ થયો. પછી સૌ સભામાં આવ્યા. મહંતનું આસન સ્વામીશ્રીના આસનથી અજાણતા જ નહિ જેવું નીચું થયું હતું. તેથી તેમને જયારે બેસવા માટે આગ્રહ કર્યો, ત્યારે તેઓ કહે : ‘હું ત્યાં નહિ બેસું.’ તેઓ ઊભા રહ્યા.

તરત સ્વામીશ્રી ઊભા થઈ ગયા અને કહે: ‘હું નીચે બેસું ને મારા આસન પર એમને બેસાડો.’ પછી સ્વામીશ્રીના આસન ઉપર જ, બાજુમાં થોડી જગ્યા કરી, તકિયો ગોઠવી તેમને બેસાડ્યા.

આચાર્યને કંતાન પહેરેલા જોઈ સ્વામીશ્રી ખુશ ખુશ થઈ ગયા. તે કહે : ‘અહોહો ! ટાટાંબરી ! શ્રીજીમહારાજ આવાં કંતાન ૫૦૦ પરમહંસોને પહેરાવતા. આજે પ્રત્યક્ષ જોવા મળ્યા.’ સ્વામીશ્રી તો ગુણ જ ગાતા હતા.

આ એક જ પ્રસંગથી સભાજનોને ખ્યાલ આવી ગયો કે સાધુ કોણ? કંતાન પહેરતા હોય ને દૂધ ઉપર રહેતા હોય, ગમે તેટલો ત્યાગ હોય કે વિદ્વત્તા, પણ અહંભાવ જવો દુષ્કર છે. જયારે સ્વામીશ્રી તો નીચે બેસી જવા તૈયાર થઈ ગયા. ગાદી-તકિયામાં નહિ, પણ સેવક થવામાં એમણે મોટપ માની હતી.

પોતાની યોગ્યતા પ્રમાણે આસન મળ્યા પછી જ તેઓ સ્વસ્થ થયા. પોણો કલાક પ્રવચન કર્યું. ધર્મની મહત્તા સમજાવી. સ્વામીશ્રીએ ભટેસા પાસે એમને ભેટ મુકાવી રાજી કર્યા.

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો.

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap