રવિસભાનો મહિમા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૧૮ નવેમ્બર ૧૯૬૭, મુંબઇ

mahantswami

રવિસભાનો મહિમા

સાંજે ૬-૦૦ વાગે રવિ સત્સંગ સભા શરૂ થઈ ગઈ હતી. ધૂન-કીર્તન પછી પત્રિકાનું વાંચન ચાલુ હતું. એવામાં વજુભાઈ શેઠ આવ્યા.

સ્વામીંશ્રીએ તરત જ તેમને પૂછ્યું : ‘કેમ મોડા આવ્યા?’

‘બાપા ! ઉઘરાણીએ ગયો હતો એટલે મોડું થયું…’ તેમણે કહ્યું.

‘કેટલી ઉઘરાણી હતી ?’

‘બાપા ! પાંચસો-સાતસો હતા.’ તેમણે કહ્યું.

સ્વામીશ્રી કહે : ‘વજુભાઈ ! આ તો પાંચસો-સાતસોની ઉધરાણી હતી, પણ પચ્ચીંસ હજારનો નફો થતો હોય, એટલી ઉઘરાણી કરવાની હોય તોપણ તે જતો કરીને રવિવારની સત્સંગ સભામાં સમયસર આવી જવું.’

રવિ સત્સંગ સભાનો સ્વામીશ્રીએ આવો અદ્ભુત મહિમા કહ્યો. તે સાંભળીને સૌ હરિભક્તો વિસ્મિત થઈ ગયા. વજુભાઈ શેઠે પણ તે ઘડીથી જ દંઢ સકલ્પ કર્યો કે ‘હવે જિંદગીમાં ગમે તેટલો મોટો ફાયદો થતો હોય, પણ તે જતો કરીને સ્વામીશ્રીનાં વચન અઘ્ધર ઝીલીને રવિવારની સત્સંગ સભામાં એક મિનિટ પણ મોડા પડવું નહીં.’

આમ, સ્વામીશ્રીએ વજુભાઈ શેઠને નિમિત્ત બનાવીને સૌને રવિસભાનો અપાર મહિમા સમજાવી દીધો !

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો.

જય સ્વામિનારાયણ

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap