મહારાજના સંબંધની અસ્મિતા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૨૫-સપ્ટેમ્બર-૧૯૬૮, સારંગપુર

મહારાજના સંબંધની અસ્મિતા

સવારે જીવાખાચરના ઓરડે દર્શન કરવા ગયા. ત્યાં એક સંતને આજ્ઞા કરી કે ‘દર અઠવાડિયે એક માણસ મોકલી આ ઓરડા સાફ કરાવવા.’

Advertisement

આ પ્રસાદીના ઓરડાઓ જૂના મંદિરના તાબામાં હતા. ખાસ સાફ થતા નહિ. તેથી સ્વામીશ્રીએ પોતાનું માનીને સૂચના આપી.

ગામમાં શ્રીજીમહારાજનો પ્રસાદીનો ચોરો છે, ત્યાં સ્વામીશ્રીની પ્રેરણાથી રૂપિયા ચાર હજારના ખર્ચે જીર્ણોદ્ધાર થયો હતો. તે ચોરાનું દરબારોએ સ્વામીશ્રીના હસ્તે ઉદ્દઘાટન કરાવ્યું.

રાત્રે સભામાં ઘનશ્યામચરણ સ્વામીએ ધૂન તથા કીર્તનોની રમઝટ બોલાવી. નાના સંતોએ મુજરા કર્યા. રવામીશ્રી કહે : ‘કલૌ કીર્તનાત્’. મુક્તાનંદ સ્વામી પણ મહારાજ આગળ ઘૂઘરા બાંધી નાચતા. બધો સરંજામ જોઈએ. આવી રીતે ભજન-કીર્તન થાય તો સભામાં ન આવતા હોય તે આવે.

‘મોટી કુંકાવાવમાં દામોદર શેઠ ઘીનો વેપાર કરે. ભક્તચિંતામણિનાં છ પ્રકરણ વાંચવાનો તેમને નિયમ હતો. અનંત કોટિ મુકતો સાંભળવા આવતા. ત્રણ પ્રકરણ વાંચ્યા ને ઘી ની વાત કાઢી તે મુક્તો ચાલ્યા ગયા. માટે ભજનમાં વ્યવહાર ન સંભારવો.’

[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો.

Mahant Swami Maharaj
Joli Celebration with HH Mahant Swami Maharaj

જય સ્વામિનારાયણ

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap