shashtriji maharaj

અક્ષરધામના મહંત

65

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

Advertisement

૨૦-સપ્ટેમ્બર-૧૯૬૮, ગઢડા

Yogiji maharaj and Pramukhswami
Pramukhswami with Yogibapa

અક્ષરધામના મહંત

સાંજે સહસ્ર ધરે પધાર્યા. અહીં મેઇન રોડથી ધરા સુધી પાકો રસ્તો બાંધવાનો હતો તેનું નિરીક્ષણ કર્યું અને તેનો અમુક ખર્ચ સંસ્થા તરફથી આપવાનો નિર્ણય કર્યો.

ધરા પાસે પધારી સ્વામીશ્રી કહે : ‘આ ધરામાં પાંચસો પરમહંસો સહિત ઘણી વાર શ્રીજીમહારાજે સ્નાન કર્યું છે તે ત્યાં મગર તથા માછલાંને સમાધિ કરાવી છે.’ એમ કહી નજીકમાં એક બાવાજીએ બાંધેલી ઝુંપડીમાં પધાર્યા. સ્વામીશ્રીએ તેમને કહ્યું: ‘અહીં ભગવાન પધરાવો.’ સ્વામીશ્રીએ અહીં ઠાકોરજીને પધરાવવાનું નક્કી કર્યું હતું.

થોડી વારે ધરામાં સ્નાન કરવા પધાર્યા. કિનારે બેસી લોટે લોટે સ્નાન કરવાની એમની વિલક્ષણતા સૌને ખૂબ આકર્ષતી. પ્રમુખસ્વામી તથા સંતો હરિભક્તોના માથે પાણી ચડાવતાં રાજીપો બનાવતા હતા. સિધ્ઘેશ્વર સ્વામીને માથે પાણી રેડતાં બોલ્યા : ‘ગોંડળના સંતો વતી ન્હાવ…’ એમ કહી, સ્નાન પછી પથ્થરનો ગોખ હતો ત્યાં બેઠા તે એકદમ કહે : ‘જેને જેને દુઃખની વાત હોય તે મંડો કહેવા. સુખિયા કરી દઈએ !’

કોઈ બોલે તે પહેલાં સંતસ્વામી બોલી ઊઠયા: ‘સ્વામીશ્રીની શરદી મટી જાય તેવી ધૂન કરો…’

સૌ ધૂન કરવા લાગ્યા. સાથે સ્વામીશ્રી પણ હસતાં હસતાં જોડાઈ ગયા.

પછી બાવાજીની ઝુંપડીની ઓસરીએ પધારી સભા ભરી. સ્વામીશ્રીને બાવાજીએ પૂછ્યું : ‘આપ ક્યાંના મહંત છો ? તમે બેઠા છો એ સ્થાનનો હું મહંત છું.’ તેમણે જરા ભારે અવાજે કહ્યું.

સ્વામીશ્રી બધાનો પરિચય કરાવવા લાગ્યા, કહે ‘આ અમારા સંતસ્વામી, સારંગપુર મંદિરના મહંત. આ બાલમુકુંદ સ્વામી, અક્ષર મંદિર ગોંડલના મહંત. અને પ્રમુખસ્વામી તો સંસ્થાના ધણી’

એવામાં પ્રમુખસ્વામીએ પૂછ્યું : ‘આપ ક્યાંના મહંત ?’

‘અક્ષરધામના !’ સ્વામીશ્રીએ લહેકાથી હાથ ઊંચો કરીને કહ્યું. સૌ ખૂબ રાજી થયા.

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap