સત્સંગને માટે પ્રાણ પાથરવા

64

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

Advertisement

૨૯-જુલાઇ-૧૯૬૮, ગોંડલ

swaminarayan

સત્સંગને માટે પ્રાણ પાથરવા..

‘યોગી સુવાસ’ અંકમાં કેનેડી અને અબ્રાહમ લિંકનના ખૂનનો પ્રસંગ આવ્યો. તે સાંભળી સ્વામીશ્રી કહે : ‘આ લેખમાં શું ભાવાર્થ આવ્યો? આમાં સત્સંગની વાત ન આવી. આ તો ગ્રામ્યવાર્તા થઈ. આવા લેખ ન લખવા. આપણે જણાવી દેવું. દેશને માટે મર્યા, પણ સત્સંગને માટે મર્યા હોય તો ખરું.

‘દેશને માટે મર્યા પણ ક્યાંય નરકમાં રખડતા હશે ! સત્સંગને અર્થે માથું દે, પ્રાણ પાથરે, તેનું નામ શાસ્ત્રમાં રહે. ભગતજી મહારાજ, જાગા સ્વામી, જનકવિદેહી એમનાં નામ શાસ્ત્રમાં રહી ગયાં. સત્સંગ માટે માથું દેવું, તો નામ રહી જાય. આ લેખ લખ્યો તે અંગ્રેજી બહુ સારું. આજે આ લખ્યું તે કાલે હવે સત્સંગનું લખશે. પણ જે કાંઈ ન લખતા હોય, તે સત્સંગનું પણ શું લખવાના હતા ?’

Pramukhswami maharaj

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 13-12-2010, મુંબઈ


અમેરિકાથી કનુભાઈ પટેલ(સી.ઈ.ઓ.)નો ફોન આવ્યો. આજે સ્વામીશ્રીના 90મા જન્મદિવસે આશીર્વાદ માગવાની તેઓની ઇચ્છા હતી.
કનુભાઈ કહે : ‘આજે આપનાં દર્શન થયાં (આસ્થા ચેનલ દ્વારા), પણ શરૂઆતમાં અવાજ બરાબર ન હતો, પણ દર્શન થયાં.’
સ્વામીશ્રી કહે : ‘એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું જ આવી ગયું.’

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap