રામરસ રેડ્યાની રીત..

Shashtriji maharaj with yogiji maharaj
Shashtriji maharaj with yogiji maharaj

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૨૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ

રામરસ રેડ્યાની રીત-૧

વઢવાણ મંદિરના પૂજારીના ભાઈ કે. એચ. પાઠક જયોતિષી હતા. તેઓ સાંજે દર્શને આવ્યા. તેમને કોઈ કાર્યની સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક મળેલ. તે વાત તેમણે સ્વામીશ્રીને કરી. મૂળ સત્સંગી અને સ્વામીશ્રી તેમને વર્ષોથી ઓળખે. સ્વામીશ્રી તેમને રસપૂર્વક પૂછવા લાગ્યા :

‘હવે વરસાદ કયારે થશે ?’

‘સાડા ચાર દિવસમાં થશે ?’

‘હવે મારી તબિયત કયારે સારી થશે ?’

‘૨૯ તારીખે આપની તબિયત એકદમ સારી થઈ જશે.’ તેમણે ઉત્સાહ ને ભાવથી કહ્યું : મેં આપના ગ્રહ જોયા છે.’

‘એકદમ સાજા, હરાય-ફરાય એવા ?’ સ્વામીશ્રીએ આગળ પૂછ્યું. સ્વામીશ્રીના મુખેથી જયોતિષી સાથેની આ પ્રશ્રોત્તરીમાં બધાને રસ પડ્યો.

મૂળ તો પાઠકભાઈને જ સત્સંગમાં રસ લેતા કરવા સ્વામીશ્રીએ રસ લીધો. રાત્રે ઉકાળો લેતી વખતે સ્વામીશ્રી કહે : ‘આપણને ગ્રહ-પનોત્તી હોય નહિ. આ તો અમસ્તું પૂછ્યું હતું.’

જે તે વ્યક્તિના જે તે વિષયમાં રસ લઈ, તેને સત્સંગમાં રસ જગાડવાની એમની એક રીત હતી. સ્વામીશ્રી જેવા પુરુષ પોતાના વિષયમાં રસ લે, એ વિચાર જ સૌને અહોભાવથી ભરી દેતો.

રામરસ રેડ્યાની રીત-૨

yogiji maharaj
yogiji maharaj

તા. ૨૩મીએ સવારે મંગળ પ્રવચનમાં નૈરોબી યુવક મંડળનો હસ્તલિખિત અંક ‘યોગી સુવાસ’ આવ્યો હતો, તેનું વાચન કરાવ્યું. હજુ તો રાત્રે જ પોસ્ટમાં અંક આવ્યો. સ્વામીશ્રી જોઈને બહુ રાજી થયા અને અત્યારે પાઠ શરૂ કરાવ્યો. ગામોગામ સ્વામીશ્રી યુવકોને હસ્તલિખિત અંક કાઢવાની આજ્ઞા કરતા. યુવક મંડળો સુંદર હસ્તલિખિત અંકો પ્રગટ કરતા. સ્વામીશ્રીને મોકલતા. તેનો પાઠ સ્વામીશ્રી અચૂક કરાવતા. ખૂબ પ્રશંસા કરતા.

સભા પૂરી થઈ. ખેંગારજીભાઈ દર્શને આવ્યા. સ્વામીશ્રીએ પૂછ્યું: ‘ગરમ પાણીએ નાહ્યા કે ઠંડે ?’

‘હજુ નાહવાનું બાકી છે.’ તેમણે કહ્યું.

સ્વામીશ્રીએ બાલમુકુંદ સ્વામીને આજ્ઞા કરી કે ‘તેમને ગરમ પાણી મોકલાવજો.’

ભક્તિકિશોર સ્વામીને બોલાવીને કહ્યું : ‘તમારે અંબાલાલભાઈ, ચંદુભાઈ બધાનું ઘ્યાન રાખવું. મોળુ જમવા આપવું. શાસ્ત્રીજી મહારાજે મને કહ્યું, પચાસ વર્ષ સુધી દરબારોનું ધ્યાન રાખ્યું. એકેય દિવસ ફેર નથી પડયો. ‘કેમ ગોપીનાથ ! તમે જાણો.’ ત્યારે આ ધર્માદો આવે છે. આમાં જ્ઞાન ન નભે. બરદાશ (બરદાસ્ત) જોઈએ. જ્ઞાન કરીએ ને મોળુ ન જમાડીએ તો પહેલી ગાડી પકડે. ‘તાર આવ્યો છે, જાઉ છું’ એમ કહે. નાનજીભાઈ ત્રણ-ચાર દિવસથી અંબાલાલભાઈ નૈરોબીવાળાને પોતાને ઘેર જમાડવા લઈ જાય છે. એમને અહીં જમાડવા. એ કેમ લઈ જાય…’

બીજા આવા પ્રેરણાદાયી પ્રસંગો માટે અહીં ક્લિક કરો – Click Here

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Reply


Share via
Copy link
Powered by Social Snap