થુલું ને કંસાર..

BAPS successor

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ..

૧૪-જુલાઇ-૧૯૬૮, ગોંડલ

થુલું ને કંસાર

બપોરની કથામાં ગ.પ્ર. ૭૪ તથા ૭૫ વચનામૃત વંચાવ્યા. સભામાં ગોંડલના યુવક પ્રમોદભાઈ બેઠા હતા. વચનામૃતમા ‘એકોતેર પરિયાં તર્યા’ ની વાત સમજાવતાં સ્વામીશ્રી કહે : ‘કોઈ તમારો ગુણ લે, ‘પ્રમોદ બહુ સારા. સ્વામીનું ભજન કરે છે.’ તો તેનું કલ્યાણ થાય. આવતા જન્મે સત્સંગમા દેહ ધરે.’

નિશ્ચયની વાત સમજાવતાં કહે: ‘માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય ન હોય તે તો થૂલા જેવો. પણ તેમા ઘી ને ખાંડ ભળે તો કંસાર કહેવાય. માહાત્મ્યે સહિત નિશ્ચય કંસાર જેવો. પેલો અમથો હુંહાંટો કરે. હોય નહિ કાંઈ. ખરો મહિમા ને પ્રેમ હોય તે તો આંખમાં જણાઈ જાય.’

સ્વામીશ્રી ઉકાળો લઈ રહ્યા હતા. માંદગીને કારણે દૂર દૂરથી બહુ હરિભકતો દર્શને આવી રહ્યા હતા. ‘બાપા ! આપના ઉપર બધાને બહુ હેત, તે દર્શન કરવા આવે છે…’ યોગેશ્વર સ્વામીએ કહ્યું.

‘મેં બધાનું સાચવ્યું છે. બધાની સેવા કરી છે. કોઈનું અપમાન નથી કર્યું. કોઈનો તિરસ્કાર નથી કર્યો. એટલે બધાને મારા ઉપર હેત થાય ને… મેં કોઈની પાસે કાંઈ માગ્યું નથી. ઠાકોરજી માટે સેવા કરાવી છે. પણ મારા માટે દેહ માટે કંઈ નથી માગ્યું. મને માગતા પણ શરમ આવે. એટલે બધાને મારી ઉપર હેત થાય ને…!’ રવામીશ્રીએ ઘણી વાત કરી.

પુરુષાર્થથી મનુષ્ય ભગવાન અને સંત સાથે હેત નથી કરી શકતો, પણ સંતકૃપાથી જ મનુષ્યને ભગવાન સાથે હેત સંભવે છે – એક સિદ્ધાંતનું અહીં દર્શન થયું. સાચા પરમાર્થી સંત-ગુરુ જીવને ભગવાન સન્મુખ કરવા કેટલા યત્ન કરે છે !

Guruhari

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap