પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા

Yogiji maharaj

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૧૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ

પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા

બપોરની ટ્રેનમાં નડિયાદથી કૃષ્ણાભાઈ વગેરે સાત હરિભકતો આવ્યા. અત્યંત શૂરવીર એવા કૃષ્ણાભાઈ નિષ્ઠાવાન ને પ્રેમી પણ એટલા જ. સ્વામીશ્રીનો વિરહ તેઓ ખમી શકતા નહિ. થોડા દિવસ થાય ને મંડળી લઈને સ્વામીશ્રીનાં દર્શને આવી પહોંચ્યા હોય ! પ્રેમી એવા કે ‘સ્વામીબાપાને આ ભાવે! આ જોઈએ! આના વગર તો ચાલે જ નહિ !’ એવા અહોભાવથી સારામાં સારી વસ્તુ ઠાકોરજી અને સ્વામીશ્રી માટે લઈને આવે. ‘યોગીજી મહારાજ! રાજાધિરાજ! એમને માટે શું ન થાય?’ એવી નિષ્ઠા! આવા બળવાળા શૂરવીર ભક્તોને જોઈને સ્વામીશ્રીની છાતી પણ ગજ ગજ ફૂલતી, તેમને મળતાં હૈયામાં હિંસોરો આવી જતો. કોઈ મરતાં મરતાં ભક્તિ કરે એ એમને ગમે નહિ, નભાવે, પણ હેતનો ઊમળકો ન આવે. કોઈ હંમેશાં બળની વાત કરે, નિષ્ઠાની-મહિમાની વાત કરે, શૂરવીરતા દાખવે, તેને જોઈ સ્વામીશ્રી બહુ રાજી થતા.

Advertisement
[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

નડિયાદ એટલે ચરોતરનો ચોક. રિધ્ધિ-સિધ્ધીની રેલમછેલ. ચરોતરના ભક્તો પણ શૂરવીર ને ભક્તિવાળા. કૃષ્ણાભાઈ મોટા મોટા ટોપલા ભરીને લીલાં શાક કંકોડાં, ફ્લાવર, ટામેટા, ભીંડો, તુવેર, પરવળ, કોબીજ, પાકી કેરી, પાપડ, સેવ, ચેવડો, કોપરા પાક, બદામ, ચારોળી, કાજુ વગેરે લાવ્યા હતા. રવામીશ્રી કહે : ‘લાવો, બતાવવુ જોઈએ.’ એમ કહી બધું મંગાવ્યું.

એક પછી એક બધું જોયું. સ્વામીશ્રી માટે લૂગડાની સપાટ, ઠંડીમાં મંદિરમાં પહેરીને પણ કરી શકાય, તે ખાસ લાવ્યા હતા. તે પહેરાવી જોઈ. પ્રસન્નત્તા વ્યકત કરતાં સ્વામીશ્રીએ કૃષ્ણાભાઈ તથા સાથેના ભક્તોને આશીર્વાદ આપ્યા.

pramukhswami maharaj

જય સ્વામિનારાયણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap