અક્ષરધામની કમાણી કરવી

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

Advertisement

જુન ૧૯૬૮, ગોંડલ

Yogiji maharaj

અક્ષરધામની કમાણી કરવી

રાતની સભામાં મહેળાવના હરમાનભાઈ મલાવી આફ્રિકા જઈ રહ્યા હતા, તથા મ્વાન્ઝાના ભકત્તો કનુભાઈ, દેસાઈભાઈ લંડન જઈ રહ્યા હતા. તેમને આશીર્વાદ આપી, સત્સંગ જાળવવા સંબંધી વિદાયની શીખ આપી.

‘શાકાહારી રહેવું. રવિવારની સભામાં જાવું. આશરો ભગવાનનો રાખવો, સત્સંગ રાખવો. અક્ષરધામમાં જવાની કમાણી કરવા ભરતખંડમાં આવ્યા છીએ. પાંચ માળા ફેરવવી. ભાઈબંધને સભામાં તેડી જાવા. ખાંડાની ધાર ઉપર રહેવું.’

સભાજનોને સંબોધતાં કહે : ‘સરભરા કામ કરે. જ્ઞાન ઠઠયું રહે. જૂનાગઢના સંતો ગામડાંના હરિભકતોનું બહુ રાખતા. શાસ્ત્રીજી મહારાજ બહુ રાખતા. “રાખ-રખાવટનો સત્સંગ ખરો છે. એક જીવને આ માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. રાખ-રખાવટ શું ? ચા-પાણી પાય. આવો ભાઈ ! બેસો. રાખ-રખાવટ એનું નામ જ જ્ઞાન.”

રાત-દી કથાવાર્તા કરવી. સોપો પડવા ન દેવો. સોપો પડે તો થઈ રહ્યું. ગઢડા મધ્ય ૬૬ના વચનામૃતમાં કહ્યું : ‘જેને સાક્ષાત ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ, તેને જીવતે તો ભગવાનનાં કથાકીર્તન કરતાં થકા જ દિવસ ને રાત્રિ વીતે છે.’

અહીં સ્વામીશ્રીએ રાખ-રખાવટનો બહુ મહિમા કહ્યો. કારણ, પોતે પણ સમગ્ર જીવન નાના-મોટા સૌ હરિભકત્તોની સેવા કરી છે. ભક્તોને ગરમ ગરમ રસોઈ જમાડી છે. કપડાં ધોયાં છે. પથારી કરી આપી છે. તેથી એમનાં રોમરોમમાં વ્યાપેલું સેવાનું કર્તવ્ય, વાણીરૂપે સહેજે બહાર આવી જતું; પણ સ્વામીશ્રી જે ભકતોની સેવા-શુશ્રુષા કરતા તે ભગવાનના સંબંધવાળા જાણી, મહિમાપૂર્વક કરતા. પોતાના પ્રત્યે ભાવ પ્રગટ કરવાનો લેશ હેતુ નહિ, આથી તેઓ શુધ્ધભાવની સરભરા જ સૂચવતા; નહિ કે સરભરા કરી, લોકને આકર્ષી પોતાનો સ્વાર્થ કાઢી લેવો. *‘રાખરખાવટ એ જ જ્ઞાન’ ત્યાં સુધી કહીને, પોતે મહિમાંપૂર્વકની સેવાનું ગૌરવ વધારતા.* સાથે કથાવાર્તાને પણ એટલું જ પ્રાધાન્ય આપતા.

|| જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap