પાકા ઘડે કાંઠા ચડે નહિ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

Mahant swami
 
૮-મે-૧૯૭૦, મોમ્બાસા, વૈશાખ સુદ ત્રીજ, સંવત ૨૦૨૬, મોમ્બાસા મંદિરનો ૧૬મો પાટોત્સવ.
 

પાકા ઘડે કાંઠા ચડે નહિ..

‘અહીં સાંજે માલિશ માટે, વીરપુરના એક અનુભવી વૃદ્ધ લુહાણાભાઈ આવતા. સ્વામીશ્રીએ તેમને કૃપા કરી સેવાનો લાભ આપેલો. માલિશ વખતે સ્વામીશ્રી તેમને સત્સંગની વાતો કરતા.

થોડા દિવસ પછી સંતોએ તેમને સ્વામીશ્રી પાસે વર્તમાન ધારી, સત્સંગની કંઠી પહેરવા સમજાવ્યા. પણ ડોસા કાળજાના કઠણ હતા. આ ઉંમરે પણ તેમનાં શ્રદ્ધાકમાડ ખુલ્યા નહોતાં. એટલે તેમણે કંઠી પહેરવાની ના પાડી. સ્વામીશ્રીએ તેમને ડુંગળી-લસણ છોડવા કહ્યું. એ વાત પણ તેમણે માની નહિ. સ્વામીશ્રીએ તેમની સેવાનો ત્યાગ કર્યો ને કહે : ‘અમને તમારી દવાથી જરા પણ ફાયદો નથી ને કાલથી દવા ન લગાડવી.’  

[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

સેવા તો એને મળે જેને કાંઈ સંસ્કાર જાગ્રત થાય, એ માટે મોટાપુરુષ સેવા આપતા હોય !

સ્વામીશ્રી ઘણી વાર કહેતા કે ‘પાકા ઘડે કાંઠા ચડે નહિ, ઘરડાં ગલકાં શાકનાંયે કામમાં ન આવે.’ ઘડપણમાં વજ્રસાર બનેલા સ્વભાવ જો ભગવાન કે સંતમાં સદ્દભાવ જાગ્રત થાય તો જરૂર છૂટી જાય. પણ જીવ તે જીવ ! દૈવી ને આસુરી !    

પ્રેરણા પરિમલ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ…
તા. 30-10-2010, ગોંડલ

સ્વામીશ્રી ભ્રમણ કરી રહ્યા હતા. એ દરમ્યાન સંતોએ ગીતાના જુદા જુદા શ્લોકોનું નિરૂપણ કર્યું. ખાસ કરીને ગીતામાં વર્ણવેલા ‘અક્ષરબ્રહ્મ યોગ’નું જુદી જુદી રીતે પ્રતિપાદન કર્યું.
છેલ્લે અમૃતસ્વરૂપ સ્વામીએ પૂછ્યું : ‘અક્ષરબ્રહ્મની વાત તો બધાએ કરી, પણ બાપા આ અક્ષરબ્રહ્મ કોણ છે ?’
થોડી વારના મૌન પછી સ્વામીશ્રી કહે : ‘ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે.’
અમૃતસ્વરૂપ સ્વામી કહે : ‘પણ એ અક્ષરબ્રહ્મ અત્યારે કોણ છે ?’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘બધા એના એ જ છે ને !’
આ વાત થઈ અને ભ્રમણની સમાપ્તિ થઈ. થોડાક હાંફતાં હાંફતાં સ્વામીશ્રી કહે : ‘બહુ સારી તૈયારી કરી છે. શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત કેટલો સાચો છે એનો ખ્યાલ આવે.’
બ્રહ્મમનન સ્વામી કહે : ‘આ સિદ્ધાંત અમારા જીવમાં દૃઢ થાય એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો.’

  • જોગી ત્યાં હું…
    પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ Advertisement ૧૧-ડિસેમ્બર-૧૯૬૮, મુંબઇ ‘જોગી ત્યાં હું…’ સવારે ૧૧-૦૦ વાગે આરામમાંથી ઊઠયા ત્યારે વાત કરી : ‘આજે સ્વપ્નું આવ્યું કે શાસ્ત્રીજી મહારાજને ટ્રેનમાં જવું હતું. ત્યારે સ્ટેશનમાં મને આજ્ઞા કરી : ‘જાવ જોગી ! ફર્સ્ટ કલાસના ડબ્બામાં વ્યવસ્થા કરો.’ હું ત્યાં ગયો એટલે ગાડીમાં ડોસી બેઠી હતી. એટલે થર્ડ …

    પાકા ઘડે કાંઠા ચડે નહિ.. Read More »

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap